About GyanI
શાળાપ્રવેશોત્સવ દરમિયાન ધોરણ ૧ માં પ્રવેશપાત્ર તમામ બાળકો શાળામાં દાખલ થાય તે હેતુથી મહેસાણા જિલ્લામાં દર વર્ષે એપ્રિલે અને મે માસમાં ધોરણ ૧ માં પ્રવેશપાત્ર બાળકોનો સર્વે કરવામાં આવે છે. જે બાળકોને પ વર્ષ પૂર્ણ થતાં હોય તેવા તમામ બાળકોને ધોરણ -૧માં પ્રવેશ આપવામાં આવે છે.પ્રવેશોત્સવ અને કન્યા કેણવળી મહોત્સવ દરમિયાન રાજ્ય અને જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ દ્વારા પ્રવેશપાત્ર તમામ બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવે છે. આ તમામ પ્રવેશપાત્ર બાળકોની અંગેની ડેટા એન્ટ્રી શાળા દ્વારા કરવામાં આવશે જેમની ઓનલાઇન એન્ટ્રી શાળાના આચાર્યશ્રી દ્વારા કરવામાં આવશે. આ સોફ્ટવેર દ્વારા નીચે મુજબની માહિતી ઉપલબ્ધ બની શકશે.
૧. પ્રવેશપાત્ર અને પ્રવેશપામનાર તમામ બાળકોની વિગતવાર માહિતી ની નોધ આ
પોર્ટલમાંથી મેળવી શકાશે.
૨. બાળકે કઇ શાળામાં અને ક્યા ગામની શાળામાં પ્રવેશ મેળવ્યો તેની વિગત
મેળવી શકાશે.
૩. ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ધોરણ – ૧ માંથી સ્થળાંતર થતાં, શાળામાં પ્રવેશ ન મેળવેલ
હોય , શાળા છોડી દીધેલ હોય તેવા બાળકો અંગેની માહિતી જાણી શકાશે.
૪. પ્રવેશથી વંચીત બાળકો અંગેની વિગત જાણી શકાશે.
પ . પ્રવેશથી વંચીત રહેવાના કારણો ને આધારે આ બાળકને શાળાસુધી કેવી રીતે લાવવા
તે અંગેનું આયોજન બનાવી શકાશે.

